પણ સવાલ એ છે કે ડર કોને હોવો જોઈએ?

આજે ટેકનોલોજી ઘણી વધી ગઈ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારું થયું છે. પરંતુ શું તેનો સાચો ફાયદો સમાજને મળી રહ્યો છે?
આજે ડિજિટલ યુગમાં દરેક માણસ ફિલ્મી દુનિયા જીવી રહ્યો છે. હલતા-ચલતા reels, video, film નો નકલ કરવી એક આમ બાબત બની ગઈ છે.
પણ સવાલ એ છે કે ડર કોને હોવો જોઈએ?
ડર હંમેશા ગુનો કરનારને હોવો જોઈએ. પરંતુ દુર્ભાગ્યથી આજે એવું નથી. ગુનો કરનારને કોઈનો ડર જ નથી રહેતો. કેમ? એનું કારણ તો આપણે સૌ જાણીએ છીએ.
તાજેતરનું ઉદાહરણ – અમદાવાદની દુઃખદ ઘટના
- સેન્ટ સાયડ એડવાન્ટ સ્કૂલમાં, એક Class 10 નો વિદ્યાર્થી પોતાના જ Class 8 ના સાથી વિદ્યાર્થી દ્વારા છરીના ઘા ખાઈને મૃત્યુ પામ્યો.
- ઘટનાના સમયે એમ્બ્યુલન્સ બોલાવવાને બદલે પાણીની ટેંકર બોલાવવામાં આવી – પરિણામે બાળક જીવતો રહી શક્યો નહીં.
- આ ઘટનાએ સમગ્ર શહેરને ઝંઝોળી નાંખ્યું. લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો. પ્રદર્શન, તોડફોડ, શાળા સંચાલન વિરુદ્ધ ગુસ્સો – બધું જ જોવા મળ્યું.
બાળકોમાં આ હિંમત ક્યાથી?
આ સૌથી મોટો સવાલ છે દરેક મા-બાપ માટે.
- શું શાળા સંચાલનને ખબર નથી હોતી કે બાળકો શું લઈને આવે છે?
- કેમેરા હોવા છતાં, એટલી મોટી ફી લેતા હોવા છતાં આવી બેદરકારી કેમ?
- શાળા એ તો સંસ્કારનું સિંચન કરવાની જગ્યા છે, ભવિષ્યનું ઘડતર કરવાની જગ્યા છે. પરંતુ આજે શું થઈ રહ્યું છે?
- ભણતર કરતાં ગણતરની દોડમાં બાળકોને ઠેલવામાં આવે છે. પરિણામે, મા-બાપ પોતાનું સંતાન ગુમાવે છે.
પોલીસ માટે વિનંતી
જેમ આપણા દેશની સેનાનું રક્ષણ આપણને બહારના દુશ્મનોથી સુરક્ષિત રાખે છે અને આપણે ગર્વથી કહીએ છીએ કે “આ મારી દેશની આર્મી છે,” તેમ જ હવે દેશની પોલીસ પર પણ લોકોને ગર્વ અનુભવવાનો સમય આવી ગયો છે.
હા, અમને ખબર છે કે તમારી ઉપર ઘણા પ્રકારના પ્રેશર હોય છે. પરંતુ બસ એક વખત દિલથી વિનંતી છે કે –
ગુનો કરનારને પોલીસની ઓરિજનલ વર્દીનો પાવર બતાવી દો.
લોકો ગર્વથી છાતી ફુલાવીને કહી શકે – “આ છે મારી દેશની અંદરની આર્મી.”
જ્યારે ગુનો કરનારને ખરેખર ડર થશે કે પોલીસ સામે ઉભા રહેવું એટલે કાયદાની સજા ચોક્કસ છે, ત્યારે જ સમાજમાં શાંતિ આવશે.
અંતમાં
ડર કોને હોવો જોઈએ? સાચા માણસને ક્યારેય નહીં. ડર હંમેશા ગુનો કરનારને જ હોવો જોઈએ.
અને એ ડર માત્ર ત્યારે જ ઉભો થશે, જ્યારે કાયદો અને પોલીસ પોતાની અસલી તાકાત ગુનાખોરોને દેખાડશે.
જય હિંદ. જય ભારત માતા કી જય.