SYNEWS

ગુજરાત માં રિયલ એસ્ટેટમાં મંદી 2025 – કારણો અને હાલની સ્થિતિ

ગુજરાત માં રિયલ એસ્ટેટમાં હાલ મંદી કેમ છે?

ગુજરાત માં હાલ રિયલ એસ્ટેટ માર્કેટ માં અનેક કારણોસર મિલકત વેચાણ માં મંદી જોવા મળી રહી છે,ખાસ કરીને અમદાવાદ જેવા શહેર માં જરુરીયાત કરતા ઓવરસપ્લાય અને એક ની એક જમીન ને દલાલો મારફતે રિસેલ કરી કરી ને જમીન ના ભાવ માં કારણવગર ઉછોળો લાવી ને ઉચા ભાવે મજબુર થવુ પડે અને જન્ન્ટ્રી ના દરો મુખ્ય કારણ છે.

land broker

મંદીના મુખ્ય કારણો

  1. દલાલો ના કારણે જમીન માં ભાવ માં ફુગાવો.
  • જમીન ના ભાવ જ્યા સુધી ખેડુત સુધી હોય છે ત્યાં સુધી ઓછા હોય છે પરંતુ જેવી એ જમીન વેચાણ માં જાઈ એ પછી દલાલો જમીન નો ભાવ એવો ઉછાળે છે કે એ જમીન ના ભાવ રાતોરાત વધી જાય છે અને એમાં એક ની એક જમીન ને રિસેલ કરી કરી એની કિમત એટલી વધી જાય છે કે બિલ્ડર્સ જયારે એ જમીન લે છે ત્યારે જમીન નો ભાવ એટલી હદે વધી જાય છે કે એને કવર કરવા માટે મકાન ના ભાવ માં વધારો થ જાય છે.અને આજ વધારો બજાર માં મકાન ખરીદાર ની માંગ ઓછી કરી નાખે છે.
  • એપ્રિલ માં 2025માં ગુજરાત સરકાર દ્રારા જંટ્રી માં  20% થી 30% સુધી વધાર્યા.
  • પ્રોપર્ટી ભાવ, સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જ વધરતા હાઉસિંગ મોંઘું થયું.
  • ખરીદદારો માટે લોન EMI અને ખરીદીની ક્ષમતા ઘટી ગઈ.

ઓવરસપ્લાય – ખાસ કરીને અમદાવાદમાં

  • રોકાણકારો અને ડેવલપર્સ નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં સાવચેત બની ગયા છે.
  • અમદાવાદ માં હાલ ૨.૫લાખ મકાન એવા છે જે વેચાયા નથી.
  • જેટલા પ્રમાણ માં મકાન બને છે તેટલી માંગ નથી કેમ કે કિમત ઉચી હોય છે જે આમ પબ્લિક અફોર્ડ નથી કરી શકતી.

ફાઇનાન્સિંગની મુશ્કેલી

  • NBFC અને બેંકો ડેવલપર્સને સરળ ફંડિંગ નથી આપી રહી કેમ કે પાર્ટી ઉથી જવાના અને પ્રોજેક્ટ પર જરુરીયાત કરતા વધુ પાર્ટનર્સ ના કારણે બેકો જલ્દી ટ્રસ્ટ નથી કરતી.  
  • કેશ ફ્લો તંગીને કારણે ઘણા પ્રોજેક્ટ અધવચ્ચે અટકી જાય છે.
  • ખરીદદારોની બદલાતી માંગ
  • પ્રોપર્ટી ખરીદાર હવે તમામ પ્રકાર ની સાવચેતે પ્રુવક ખરીદી કરી રહ્યા છે.
  • લગ્ઝરી અને ખૂબ સસ્તા હાઉસિંગમાં ડિમાન્ડ ઓછી છે.
  • સૌથી વધુ વેચાણ ₹50 લાખ થી ₹1 કરોડની રેન્જમાં થઈ રહ્યું છે.
  • કાનૂની વિવાદ અને પ્રોજેક્ટ્સમાં મોડું થવું
  • ખરીદદારોના વિશ્વાસ પર તેની સીધી અસર પડી છે.

આર્થિક પરિસ્થિતિ

  • હાલ આમ પબ્લિક માટે મકાન લેવુ એક સપનું થઈ ગયુ છે કેમ કે આવક કરતા જાવક આટ્લી બધી વધી ગઈ છે કે મકાન લેવા માટે ખરીદાર ૧૦૦ વખત વિચારવું પડે છે,

ગુજરાત રિયલ એસ્ટેટ – આગળ શું?

વિશ્વાસુ સૂત્રોનું માનવું છે કે:

  • સરકાર તરફથી મળતી સ્ટેમ્પ ડ્યૂટી રાહત અને નવી ટાઉનશિપ પોલિસી થોડી રાહત લાવી શકે છે.
  • મધ્યમ વર્ગ માટેનું હાઉસિંગ સ્કિમ બહાર પાડવી જોઈએ આવતા સમયમાં સૌથી વધુ વેચાણ લાવશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ (મેટ્રો, DMIC, ધોળેરા સ્માર્ટ સિટી) લાંબા ગાળે માર્કેટને મજબૂત બનાવી શકે છે

આ માહીતી આપ ને માટે કામ આવી હોય તો મેહરબાની કરીને લાઈક અને કોમેંટ જરુર કરો તમારા કોઇ મુદા હોય તો જણવો હુ તેના વિશે જરુરુ લખી ને ન્યુઝ માં મુકિશ આપ ની ચેનલ આપના માટે. 

Exit mobile version