વૈષ્ણોદેવીમાં ભૂસ્ખલન અને પૂરથી મોટી આપત્તિ : સાતકોડામાં આભ ફાટતાં ચારનાં મોત

આ ન્યુઝ જોઈ ને આવુ લાગે છે કે કદાચ કુદરત આપણા પર નારાજ થઈ ગઈ છે પણ એનું કારણ કાદચ આપડે તો નથી ને આ એક સવાલ ત્યા રેહ્તા લોકો ને અને ત્યા જતા લોકો ને થવો જોઈએ. 

ભુસ્ખલન

વિશ્વ માં હાલ થયેલ રહેલ તબાહી શુ કેહવા માંગે છે ? શુ આપણા પાપ નુ તો કારણે તો નથી ? જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે લોકો ની ખુબ જ ખરાબ હાલત ખરાબ થઈ ગઈ છે, વૈષ્ણોદેવી યાત્રા અસ્થાયી રીતે સ્થગિત કરાઈ છે, પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક લોકો જીવ ગુમાવીયા અને અનેક બ્રિઝ પણ પાણી સાથે વેહી ગયા છે.

વૈષ્ણોદેવીમાં થયેલ ભૂસ્ખલન થી ત્યા ની યાત્રા સ્થિગિત કરવામાં આવી.

કત્રામાં આવેલા વૈષ્ણોદેવી મંદિર તરફ જતી યાત્રા માટે થોડો સમય રોકાણ કરાવવામાં આવ્યો છે. વરસાદી પાણી અને ભૂસ્ખલનની અસરથી યાત્રાળુઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો. મંદિરના આસપાસ ભારે કાદવ અને પથ્થરો ખસતાં અવરજવર અટકી ગઈ.

જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ

  • જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદથી નદીઓમાં પાણી ભરાઈ ગયું છે.
  • ભૂસ્ખલન અને રોડ તૂટી જતાં જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરવામાં આવ્યો છે.

અનેક વાહનો ફસાયા છે અને વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાયો છે

હિમાચલ પ્રદેશમાં ચિંતાજનક સ્થિતિ

હિમાચલમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓ ઉફાન પર છે.

  • કાંગરા, કુલ્લુ અને મનાલીમાં અનેક સ્થળોએ ભૂસ્ખલન થયા.
  • ઘરો અને દુકાનોને નુકસાન થયું.
  • NDRF અને SDRFની ટીમો રાહત અને બચાવ કાર્યમાં તૈનાત છે.

રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પર અસર

  • રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે.
  • ઉત્તર પ્રદેશમાં ગોમતી અને ઘાઘરા નદીના પાણીથી અનેક ગામોમાં પૂર આવી ગયું છે.
  • પંજાબમાં પણ ભારે વરસાદથી ૩૫ જેટલા ગામોમાં ખેતીને મોટું નુકસાન થયું છે.

મૃત્યુઆંક અને નુકસાન

  • વૈષ્ણોદેવી વિસ્તાર : ભૂસ્ખલનથી ૭ લોકોના મોત
  • કોડામાં આભ ફાટતાં : ૪ લોકોના મોત
  • અનેક ઘાયલ, ઘરો અને દુકાનોને મોટું નુકસાન

Leave a Comment