ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ (જન્માષ્ટમી)
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી માત્ર એક તહેવાર નથી, પરંતુ એ જગતના નાથનો અવતરણ દિવસ છે.
ભલે તેમનો જન્મ મથુરાના અંધકારમય જેલમાં થયો હતો, છતાં તેમણે આખી દુનિયાને જીવનના બંધનોમાંથી મુક્ત કરવા માટે અવતાર ધારણ કર્યો.
શ્રીકૃષ્ણને સમજવું અશક્ય છે, તેમની લિલાઓને સમજવું પણ અશક્ય છે.
ક્યારેક જીવનમાં બનેલી ઘટનાઓ જોઈને એવો અનુભવ થાય છે કે ભગવાન આજેય આપણા આસપાસ છે.
સાચા અર્થમાં, ભગવાન ત્યારે જ દર્શન કરાવે છે જ્યારે તેઓ ઈચ્છે છે.
નહીં તો આપણે કેટલો જાપ કરીએ, કેટલું ધ્યાન કરીએ – મન ભટકતું જ રહે.
પણ જન્માષ્ટમીનો દિવસ વિશેષ છે.
આજે ભગવાનનો પાવન જન્મોત્સવ છે.
ભક્તિથી જે માગશો તે જરૂર મળશે, કારણ કે આજે દ્વારકાધીશ તમને “ના” કહી જ નહીં શકે.
મારો દ્વારકાવાળો એટલો દયાળુ છે કે એની કોઈ સીમા જ નથી.
એક કહેવત છે:
👉 “માગ્યા વગર તો માં પણ આપે છે,
પણ વગર માંગે આપે – એ મારો દ્વારકાધીશ.”
એના ગુણ ગાતાં રહીએ તો પણ ઓછાં જ પડે.
શ્રીકૃષ્ણના ગુણ, દયા અને મહિમા અનંત છે.
જન્મની પૃષ્ઠભૂમિ
હિંદુ ધર્મના ગ્રંથોમાં વર્ણન છે કે જયારે પૃથ્વી પર પાપ, અધર્મ અને દાનવોનો અતિશય વધ્યો ત્યારે પૃથ્વી દેવી ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી.
ત્યારે ભગવાન વિષ્ણુએ વચન આપ્યું કે તે માનવ સ્વરૂપમાં અવતાર લઇને પૃથ્વીને દુષ્ટોથી મુક્ત કરશે.
એટલે તેમણે શ્રીકૃષ્ણ સ્વરૂપે અવતાર લીધો.
જન્મ સમય અને સ્થળ
-
મહિનો: ભાદરવા (ભાદ્રપદ)
-
પક્ષ: કૃષ્ણ પક્ષ
-
તિથિ: અષ્ટમી
-
નક્ષત્ર: રોહિણી
-
સમય: મધ્યરાત્રિ (અર્ધરાત્રિ)
-
સ્થળ: મથુરા શહેર, રાજા કંસનો કેદખાનો
માતા-પિતા અને કેદખાનાની ઘટના
શ્રીકૃષ્ણના પિતા વસુદેવજી અને માતા દેવકીજી હતા.
દેવકીનો ભાઈ કંસ ખૂબ જ ક્રૂર અને અહંકારી રાજા હતો.
એક દિવસ દૈવવાણી થઈ કે દેવકીનો આઠમો સંતાન કંસનો વિનાશ કરશે.
આથી કંસે દેવકી-વસુદેવને કેદમાં નાખ્યા અને દેવકીના બધા સંતાનોને મારી નાખ્યા.
પરંતુ જયારે આઠમો દીકરો (શ્રીકૃષ્ણ) જન્મ્યા ત્યારે ચમત્કાર થયો:
-
કેદખાનાના બધાં તાળા ખુલી ગયા
-
સૈનિકો ઊંઘી ગયા
-
યમુના નદી શાંત થઈ ગઈ
-
વસુદેવજી એ બાળકૃષ્ણને ગોકુળ પહોંચાડ્યા
-
ત્યાં યશોદા અને નંદબાબાના ઘરે કૃષ્ણનો ઉછેર થયો
જન્માષ્ટમીની ઉજવણી
આજે પણ જન્માષ્ટમી દેશભરમાં ખુબ ધામધૂમથી ઉજવાય છે:
✨ ઉપવાસ – ભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે
✨ ભજન-કીર્તન – મંદિરોમાં ભજન, નૃત્ય અને કીર્તન થાય છે
✨ જન્મોત્સવ – રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે
✨ દહીં હાંડી – ખાસ કરીને મહારાષ્ટ્રમાં યુવાનો દહીંની હાંડી તોડવાની પરંપરા કરે છે
✨ ઝાંખી – મંદિરોમાં બાળલીલાઓની ઝાંખી અને શોભાયાત્રા કાઢાય છે
આધ્યાત્મિક મહત્ત્વ
-
શ્રીકૃષ્ણનો જન્મ એ સંદેશ આપે છે કે ધર્મ હંમેશાં અધર્મ પર વિજય મેળવે છે
-
ભક્તિ, પ્રેમ અને કર્તવ્ય જીવનનો સાચો માર્ગ છે
-
ભગવદ્ ગીતાનો ઉપદેશ આપણને કહે છે: “કર્મ કર, ફળની ચિંતા ન કર.”
✨ એટલે, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી માત્ર તહેવાર નથી, એ તો ભક્તિ, પ્રેમ અને ધર્મનો ઉત્સવ છે.
જન્માષ્ટમી વ્રત અને વિધિ
વ્રતની શરૂઆત
-
સવારે સ્નાન કરીને શુદ્ધ કપડાં પહેરો
-
ઘરમાં અથવા મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ/ઝાંખી સ્થાપો
-
ઉપવાસનો સંકલ્પ લો (કેટલાક લોકો નિર્જળ ઉપવાસ કરે છે, કેટલાક ફળાહારથી ઉપવાસ કરે છે)
પૂજા માટે જરૂરી વસ્તુઓ
-
તાજા ફૂલ, તુલસીદળ
-
ધૂપ, દીવો, અગરબત્તી
-
દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળ (પંચામૃત)
-
મિસરી, માખણ, મખાણા
-
ઝાંખી માટે ઝૂલણ, કપડાં, આભૂષણો
👉 આ રીતે જન્માષ્ટમીનો પાવન દિવસ ભક્તિ, શ્રદ્ધા અને આનંદથી ઉજવવામાં આવે છે.
દ્વારકાધીશના આ દિવસે હૃદયથી જે માગશો તે જરૂર પ્રાપ્ત થશે.
“ભગવાન શ્રીકૃષ્ણના આ દિવ્ય જન્મોત્સવ વિશે તમારી શું ભાવનાઓ છે? કૃપા કરીને કોમેન્ટમાં લખો.
જો આ લેખ તમને ગમ્યો હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલશો નહીં.